ઓસ્ટ્રેલિયામાં હાર બાદ સ્ટાર ક્રિકેટરો પર લગામ લગાવવા અને ટીમમાં “એકતા અને શિસ્ત” લાવવા માટે બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલ ૧૦-મુદ્દાના એજન્ડાને ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ અને મીડિયા દ્વારા અલગ રીતે જાવામાં આવી રહ્યું છે. એક વર્ગ તેને પસંદ કરી રહ્યો છે, પરંતુ કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. આ દરમિયાન, ભૂતપૂર્વ અનુભવી હરભજન સિંહે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. ભજ્જીએ કહ્યું છે કે ગંભીરનું કામ મેદાન પર ટીમને કોચિંગ આપવાનું અને ટેકનિકલ ખામીઓ સુધારવાનું છે, જ્યારે વહીવટી કાર્ય સંપૂર્ણપણે બીસીસીઆઇના સક્ષમ લોકો પર છોડી દેવું જોઈએ.
તાજેતરમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહ સાથે તાજેતરના પ્રદર્શનની સમીક્ષા કરી હતી. અને આ બેઠક લગભગ છ કલાક ચાલી. આ પછી, બોર્ડને કેટલીક “ગંભીર ભલામણો” કરવામાં આવી હતી અને તેમાંથી મોટાભાગની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને તેને નીતિમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. પરંતુ ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ નવી આચારસંહિતાના એ પાસા સાથે સહમત નથી કે જેમાં ખેલાડીઓએ મુખ્ય કોચ પાસેથી પૂર્વ પરવાનગી લેવી જરૂરી છે.
ભજ્જીએ કહ્યું, “અમારા સમયમાં, લેખિતમાં લખવામાં આવતું હતું કે કેટલાક કિસ્સાઓમાં,બીસીસીઆઇની પૂર્વ મંજૂરી જરૂરી છે. આવી સ્થિતિમાં, મંજૂરી માટે બીસીસીઆઇને મેઇલ મોકલીને પરવાનગી માંગવામાં આવતી હતી. આવી સ્થિતિમાં, શા માટે મુખ્ય કોચને આ બાબતમાં સામેલ થવું પડશે? શું તેની જરૂર છે? તે તેમનું કામ નથી.” ભૂતપૂર્વ ઓફ-સ્પિનરે કહ્યું, “ગંભીરનું કામ મેદાન પર કામ કરવાનું અને ખેલાડીઓની ટેકનિકલ ખામીઓને દૂર કરવાનું છે. વહીવટી કાર્ય સંપૂર્ણપણે બોર્ડના સક્ષમ અને જવાબદાર લોકો પર છોડી દેવું જાઈએ”