ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ છોડી દીધું છે. તાજેતરમાં મહેશ વસાવા ભરૂચના પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જાડાયા હતા. મહેશ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના કામને ન્યાય આપવામાં આવી રહ્યો નથી.
આદિવાસી નેતા મહેશ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપતા કહ્યું કે ભાજપમાં કામ કરીને ન્યાય મળતો નથી. મહત્વનું છે કે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ૨૦૨૪ માં ભાજપમાં જાડાયા હતા. તેમણે ભારે નિરાશા સાથે પક્ષ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. મહેશ વસાવા ડેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યાં છે. મહેશ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.