રાજુલામાં રાજુલા-જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ એરિયા માટે યોજાયેલી સીઆરઝેડએમપીની લોકસુનાવણીમાં હાજર લોકો દ્વારા ઉઠેલી ફરિયાદોને લઈ સ્થગિત રાખવામાં આવી હતી. જિલ્લા કલેકટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સુનાવણીમાં હાજર લોકોએ ફરિયાદ કરી હતી કે, આ સુનાવણી પર્યાવરણીય કાયદા અને નામદાર કોર્ટના હુકમ મુજબ થતી નથી અને અનેક વિસંગતતાઓ છે. લોકાની ઉગ્ર રજૂઆતોના પગલે કલેકટરે સુનાવણી રદ કરી નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. એડવોકેટ અરવિંદ કુમાર, અજય શિયાળ, વિપુલ લહેરી,પત્રકાર મનીષ મહેતા, ચેતન વ્યાસ તેમજ રામપરાના સરપંચ છનાભાઈ, કાળુભાઈ વાઘ, માછીમારો વગેરે હાજર રહ્યા હતા.