સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત જેસર રોડ ગુરુકુળમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મોડલો તૈયાર કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જ આ પ્રયોગોની સમજૂતી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ભારતીય તેમજ અન્ય દેશના વૈજ્ઞાનિકો વિશે પણ સવિસ્તાર માહિતી આપી હતી. આ વિજ્ઞાન દિવસને સફળ બનાવવા શાળાના વિજ્ઞાન શિક્ષકો વિશાલભાઈ કાબરીયા, હાર્દિકભાઈ જેઠવા તેમજ અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય ગીરીશભાઈ વ્યાસ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.