અમરેલી ગાવડકા ચોકડી ખાતે નિર્માણ પામી રહેલ સારહી તપોવન આશ્રમનું કાર્ય સારહિ ગૃપના પ્રમુખ મુકેશ સંઘાણીની સીધી દેખરેખ નીચે પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. સારહિ તપોવન આશ્રમનું આગામી તા.૧૦ને રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનોની સાથે સંતો-મહંતો પણ હાજર રહેશે. આ લોકાર્પણનું આમંત્રણ પાઠવવા માટે મુકેશભાઈ સંઘાણી સુરત ખાતે પહોચ્યા હતા. જયાં તેમણે પટેલ સમાજના આગેવાનોને લોકાર્પણ પ્રસંગે હાજરી આપવા માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું હતુ ત્યારબાદ મુકેશભાઈ સંઘાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ આ કાર્યક્રમમાં હૃદયસ્થ આમંત્રણ પાઠવ્યું છે.