સાવરકુંડલામાં છેલ્લા ૧૦૦ વર્ષથી નીડર તટસ્થ અને પ્રમાણિક પણે અખબારી ક્ષેત્ર સાથે જોડાયેલા કાંતિલાલ દલીચંદ દોશીએ જે કેડી કંડારી છે તેના પગલે ચાલી રહેલા નિષ્ઠાવાન અખબારી ક્ષેત્રને જેણે સાચા અર્થમાં ઉજાગર કર્યું છે તેવા તેમના પુત્ર પ્રદીપભાઈ દોશી અને પ્રદીપભાઈના બંને પુત્રો સૌરભભાઈ અને વિરાગભાઈએ દોશી પરિવારના મોભી કાંતિલાલ દલીચંદ દોશીની સ્મૃતિમાં મહા નેત્રયજ્ઞનું ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, એપીએમસી ચેરમેન દીપકભાઈ માલાણી, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા તેમજ મુંબઈથી ખાસ પધારેલા પ્રદીપભાઈ દોશીના નાના ભાઈ નિલેશભાઈ દોશી તથા ગીરીશભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં આ મહા નેત્રયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૩૨૫માં વિના મૂલ્યે નેત્રમણી કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.