અમરેલી જિલ્લામાં બાયોડિઝલનું વેચાણ થતુ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે બાયોડિઝલનું વેચાણ કરનારા શખ્સો સામે તવાઈ કરી છે. જેમાં બાયોડિઝલના વેચાણ અર્થે ત્રણ શખ્સો સામે ગૂનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી કે.ડી.હડીયા પી.એસ.આઈ.ખાંભાએ તપાસ કરતા આરોપી અરજણ દેવાભાઈ કોડીયાતર રહે. આત્રોલી તા.માંગરોળવાળાએ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ સંગ્રહ કે વેચાણ કરવા માટે કોઈપણ બીલ,લાયસન્સ કે પાસ-પરમીટ વગર બાયોડિઝલનો જથ્થો રાખ્યો હતો. આ જથ્થો જયુભાઈ ધાધલ રહે. ચોટીલાવાળા પાસેથી મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ તેમજ આરોપી દિલાવરભાઈ ચૌહાણ રહે. વીજપડીવાળો આ બાયોડિઝલનો જથ્થો મંગાવી વાહનોમાં ઈંધણ તરીકે ગેરકાયદેસર વેચાણ કરી હવાને દુષિત કરવાનું કૃત્ય કરતા પોલીસ ફરિયાદ નોંધાવતા ખાંભા પીએસઆઈ આર.એચ.રતનએ તપાસ શરૂ કરી છે.
રૂ.૪.પપ લાખનો મુદ્દામાલ ઝડપાયો
પોલીસે ૩૯૪૦ લીટર બાયો ડિઝલનો જથ્થો રૂ.ર,૭પ,૮૦૦ તથા પ્લાસ્ટીકના બેરલ, ડિઝલના સેમ્પલ બોટલ નં.૬૦ સ્વરાજ મઝદા કંપનીનું લોડીંગ વાહન, મોબાઈલ સહિત રૂ.૪,પપ,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.