૮ માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિન નિમિતે ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજુલા, અમરેલી અને સાવરકુંડલાનાં જુદા-જુદા વિસ્તારોમાં સંગઠન કે ઉંચા પદ પર હોય તેવા મહિલાઓને બદલે જે મહિલાઓ સફાઈ કામ, શાકભાજી વહેંચવું અને અન્ય મજૂરી કામ કરતી મહિલાઓને ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાડીઓ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.