રાજુલામાં આવેલા ઘનશ્યામનગરમાં ઉભરાતી ગટરની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ઘનશ્યામનગરની સાથે કાનજીબાપાનગરમાં ગટરના ગંધાતા પાણી રસ્તા પર આવી જતા હોવાથી રાહદારીઓને ચાલવુ કયાં તે પ્રશ્ન ઉભો થયો છે. ગટરના પાણીને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ મિશ્ર ઋતુને કારણે દવાખાનાઓમાં દર્દીઓની કતારો લાગી છે ત્યારે પાલિકા તંત્ર હજુ પણ જાણે કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવો વિસ્તારવાસીઓએ રોષ વ્યકત કર્યો છે. ગંધાતા પાણીનો પાલિકા કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે. ગટરના પાણીથી લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે.