અમરેલી જિલ્લામાં બનતા ગુનાઓનો ભેદ ઉકેલવા એસપી હિમકરસિંહે સૂચના અને માર્ગદર્શન આપ્યું છે. જે અનુસંધાને સાવરકુંડલા ટાઉન પોલીસે ઈ-એફઆઈઆર દ્વારા દાખલ થયેલા મોબાઇલ ચોરીના ગુનામાં ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી એક ઈસમને ઝડપી પાડી ચોરીમાં ગયેલા મોબાઇલ સાથે ઝડપી પાડ્‌યો હતો. હાલ સુરતના કાપોદ્રામાં રહેતો અને મૂળ સાવરકુંડલાનો રહેવાસી અને હીરા ઘસવાનું કામ કરતો રાજુ અમરબહાદુર બિંદ (ઉ.વ.૨૫) પાસેથી ૧૨,૫૦૦ રૂપિયાનો મોબાઇલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.