શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજમાં સંસ્કૃત વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિશેષ સિદ્ધિ મેળવનાર બહેનોમાં દુધાત માનસી જીવનભાઈએ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય નંબર મેળવ્યો હતો. એપ્રિલ ૨૦૨૩ માં લેવાયેલી બીએ સેમેસ્ટર ૬ ની પરીક્ષામાં આ બહેનોએ વિશેષ સિદ્ધિ મેળવીને શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ જૂનાગઢ દ્વારા સંસ્કૃત પ્રાઈઝ મેળવ્યું હતું. આ ઉપરાંત સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટીમાં પાંચમા ક્રમે આવેલ, જાદવ ક્રિષ્ના જયસુખભાઈ તેને પણ શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ જૂનાગઢ સંસ્કૃત પ્રાઈઝ મેળવ્યું હતું.