રાજુલા તાલુકાના મોટા રીંગણીયાળા ગામે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. વલ્લભભાઈ મોહનભાઈ પીઠડીયાના મકાનમાં આગ લાગી હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા. જા કે રાજુલા પાલિકાનું નાનુ ફાયર વાહન છેલ્લાં ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી નાની જગ્યામાં મોટુ ફાયર વાહન જઈ શકતુ ન હોય તેના કારણે આગે આખા રહેણાંક મકાનને ભરડામાં લીધુ હતું. આગ બુઝાવવા માટે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા ત્યાં સુધીમાં મકાનમાં રાખેલ રોકડ રકમ, સોનાના દાગીના સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આવા સમયે ફાયર વાહન બંધ હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.