અમરેલી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અન્ડર-૧૬, અન્ડર – ૧૯, અન્ડર-૨૩ કેટેગરીમાં ખેલાડીનું સિલેક્શન કરવામાં આવશે. ૧લી એપ્રિલ ૨૦૨૪ના રોજ રોજ અખાડા ગ્રાઉન્ડ ઉપર બપોરે ૩ઃ૦૦ કલાકે સિલેક્શન રાખવામાં આવેલ છે. અમરેલી જિલ્લાનાં રસ ધરાવતા ખેલાડીઓ આ સિલેક્શનમાં ભાગ લઈ શકે છે. આ સિલેક્શન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તથા રણજી ટ્રોફી ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે. જે ખેલાડીઓ આ સિલેક્શનમાં ભાગ લેવા માંગે છે તેમણે પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટસ જેવા કે ઓરીજનલ બર્થ સર્ટિફિકેટ ડિજિટલ (કોમ્પ્યુટરરાઈઝડ), ઓરીજનલ સ્કૂલ બોનાફાઇડ, ઓરીજનલ આધાર કાર્ડ, ઓરીજનલ પાનકાર્ડ, ઓરીજનલ છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ સાથે લઈને આવવાની રહેશે. સાથે જ આ તમામની બબ્બે ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટા પણ લઈ જવાના રહેશે. જે ડોક્યુમેન્ટ સાથે નહીં લાવે તે પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. આ સિલેક્શનમાં ભાગ લેવા માટે સફેદ ડ્રેસ પહેરવો ફરજિયાત છે તથા પોતાની કીટ બેગ સાથે લાવવાની રહેશે. અન્ડર-૧૬ માટે કટઓફ ડેટ ૦૧-૦૯-૨૦૦૮ થી ૩૧-૦૮-૨૦૧૦, અન્ડર-૧૯ માટે ૦૧-૦૯-૨૦૦૫ અને અન્ડર-૨૩ માટે ૦૧-૦૯-૨૦૦૧ કટઓફ ડેટ નક્કી કરવામાં આવી છે.