ગઈકાલ સાંજના ૦૪ઃ૦૫ કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે બાબરા તાલુકાના ધરાઈ ગામના સરપંચ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી કે ધરાઈ ગામે વાડીમાં૧૩૦ ફુટ ઉંડા કૂવામાં બ વ્યકિત ડૂબી ગયેલ છે. તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની રાહબરી નીચે અમરેલી ફાયર ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી અને૧૩૦ ફુટ કૂવામાં અંદર ઉતરી ૩ કલાકની મહેનત બાદ બે વ્યકિતના મૃતદેહને બહાર કાઢી સ્થાનિક પોલીસને પ્રાથમિક તપાસ અર્થે સોપવામાં આવ્યા હતા. રેસ્કયુ કામગીરી કરનાર ફાયર સ્ટાફ સવજીભાઇ ડાભી,કૃષ્ણભાઇ ઓળકિયા, પ્રવીણભાઇ ચૌહાણ, ભુરીયા જગદીશભાઈ, જયદીપભાઇ, વગેરેએ કામગીરી કરી હતી. પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ વિક્રમભાઈ જાદવભાઈ ગાબુ ઉ.વ ૨૫ વર્ષ અને રસિકભાઈ દેવાભાઇ તાવિયા ઉ.વ ૩૦ વર્ષ હોવાનું જાણવા મળ્યુ છે.