બજારમાં ઔષધીય વસ્તુની માંગ ઝડપથી વધી રહી છે,આવી સ્થતિમાં ખેડૂતો ઔષધીય પાકની ખેતી કરીને ઘણો નફો કમાઈ રહ્યા છે,ખેડૂતો હવે પરંપરાગત ખેતી કરવાની સાથે આધુનિક ખેતી તરફ વળ્યા છે, કારણ કે તેઓ તેમાં વધુ નફો જાઈ રહ્યા છે.
આમાંથી એક ઔષધીય પાક પણ છે,ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહીત ભારતના પૂર્વોતર રાજ્યોમાં કાળી હળદર ઉગાડવામાં આવે છે. તેમાં એન્થોક્યાનીનની વધુ માત્રા હોય છે. તેથી તેનો રંગ ઘાટો જાંબલી છે, જાકે તેને ‘કાળી હળદર’કહેવામાં આવે છે.
કાળી હળદરની ખેતી પદ્ધતિ

• સમય–જુન મહિનો તેની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જમીન-આ માટે એવી જમીન સૌથી યોગ્ય માનવામાં આવે છે, જેમાં ભેજધારણની ક્ષમતા સૌથી વધારે હોય છે.આ જ કારણ છે કે લોમ માટી તેની માટે સૌથી યોગ્ય ગણવામાં આવે છે, આ ઉપરાંત રેતાળ, લોમ, મટીયાર અને મધ્યમ જમીનમાં પણ તેની ખેતી કરી શકાય છે.
• જમીનનું ૐ ૫ થી ૭ જેટલું હોવું જરૂરી છે. ચીકણી કાળી માટીવાળી અને મિશ્રિત જમીનમાં તેની ખેતી ન કરવાની સલાહ આપવામાં આવે છે.
• હવામાન- કાળી હળદર ૧૫ થી ૪૦ ડીગ્રી તાપમાનમાં ઉગાડવામાં આવે છે, કારણ કે તેના છોડ ભારે ઠંડી અને પ્રતિકુળ હવામાનને સહન કરી શકે છે.
• સિંચાઈ તેની ખેતી માટે વધારે પાણીની જરૂર પડતી નથી. તેની સિંચાઈ માટે વરસાદનું પાણી પુરતું છે.તેની ખેતીમાં એ વાતનું ધ્યાન રાખવું જાઈએ કે ખેતરની તૈયારી એવી રીતે કરવી જાઈએ કે વરસાદનું પાણી તેમાં રોકાઈ ન જાય અને નીતાર કરવાની અથવા સંગ્રહિત વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યસ્વ્થા હોવી જરૂરી છે.
• બીજ-એક હેક્ટર માટે લગભગ ર ક્વન્ટલ કાળી હળદરના બીજની જરૂર પડે છે, આ દરમિયાન માત્ર સુધારેલી જાતોના જ બીજ પસંદ કરવા યોગ્ય છે.
• જંતુનાશકો-તેના પાક માટે જંતુનાશકોની જરૂર નથી, કારણ કે તેના છોડને રોગ લાગતો નથી, જા કે, ખેતી કરતા પહેલા તેમાં છાણના ખેતરનો પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન મળી રહે છે.
• કાળી હળદરની ખેતીના ફાયદા પીળી હળદરની જેમ કાળી હળદરની માંગ પણ બજારોમાં ઘણી વધારે છે, પરંતુ તેનું ઉત્પાદન ઓછુ છે, આવી સ્થતિમાં ખેડૂતો તેની ખેતી કરીને મોટો નફો મેળવી શકે છે. ઘણી ઓનલાઈન વેબસાઈ ટપર તમને કાળી હળદર ૫૦૦ થી ૪૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી જાવા મળશે. ધારો કે તમારી કાળી હળદર માત્ર ૫૦૦ રૂપિયામાં વેચાય તો પણ અનુમાન લગાવો કે ૧૫ Âક્વન્ટલમાં તમને ૭ થી ૮ લાખ રૂપિયાનો ફાયદો થશે. કાળી હળદરના સ્વાથ્યની દૃષ્ટીએ ફાયદાઓ.

ઘા રૂઝાવા માટે ફાયદાકારક છે
ક્યાંક છોલાવા અથવા વાગવા માથે આપણે ઘણા પ્રકારની સ્કીન ક્રીમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જા તમે આયુર્વેદ સારવાર ઈચ્છતા હો તો ઈજાગ્રસ્ત વિસ્તાર પર કાળી હળદરની પેસ્ટ લગાવો. આમ કરવાથી ઘાવ ઝડપથી રૂઝાય છે.
પાચનતંત્રમાં સુધારો કરે છે
કાળી હળદરનો ઉપયોગ પેટની સમસ્યાઓ માટે કરવામાં આવે છે કારણ કે તે પાચનને સુધારવાનું કામ કરે છે. જા કોઈને પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા હોય તો આ મસાલો ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે કાળી હળદરનો પાવડર તૈયાર કરો અને તેને પાણીમાં મિક્સ કરીને પીવો. સ્કીન માટે ફાયદાકારક છે. પીળી હળદરની જેમ કાળી હળદર પણ ત્વચા માટે ફાયદાકારક છે.આ મસાલાને મધમાં મિક્સ કર્યા પછી ચહેરા પર લગાવશો તો જબરસ્ત ગ્લો આવશે. આ સિવાય ચહેરાના ડાર્ક સ્પોટ્‌સ અને પીમ્પલ્સથી પણ તમને છુટકારો મળશે.
સાંધાના દુખાવામાં રાહત આપે છે
વધતી જતી ઉમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય વાત છે, જયારે દુખાવો વધવા લાગે ત્યારે એન્ટીઓક્સીડન્ટ અને એન્ટીફંગલ ગુણોથી ભરપુર કાળી હળદરની
પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો, તેનાથી સોજામાં પણ રાહત આપે છે.