જેતપુર કોર્ટમાં બે અલગ અલગ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા દંડ અને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ કેસમાં નવાગઢ જેતપુરના અરવિંદભાઈ ગુજરાતી નામના આરોપીને મંદબુદ્ધિની મહિલા સાથે દુષ્કર્મના કેસમાં રૂ.૧ર હજારનો દંડ ફટકાર્યો હતો અને ભોગ બનનારના પરિવારને બે લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો હતો. જ્યારે બીજા કેસમાં ભોગ બનનાર શિક્ષિકા પોતાના મિત્ર સાથે ફરવા ગયેલ ત્યારે આરોપીઓ આઠ જેટલા લોકોએ તેમની અંગત પળોનો વીડિયો બનાવી અને ધમકી આપી હતી તેમજ મુખ્ય આરોપીએ તેને વ્રજ હોટેલમાં લઈ જઈ કુકૃત્ય કરી વીડિયો બનાવી તે કલીપના આધારે વારંવાર તેનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આ કેસમાં પુરાવાઓ ધ્યાને લઈ મુખ્ય આરોપી બ્રિજરાજસિંહ જાડેજાને તકસીરવાન ઠેરવી અને દસ વર્ષની સજા અને પ૦૦૦ નો દંડ કર્યો હતો.