વડોદરા જિલ્લાના પાદરા તાલકામાં રહેતી એક મહિલાની બિમારી દુર કરવાના બહાને હવસખોર શખ્સે વારંવાર લાજ લૂંટી હતી. હવસખોરે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા પણ પડાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પાદરા તાલુકામાં રહેતી એક મહિલા માઇગ્રેન, અનિંદ્રા અને માનસીક તણાવની બીમારીથી પીડાતી હતી. દરમિયાન મહિલાનો અમીત ચમનલાલ માંડલીયા (રહે. સુંદરીયાણા, જિલ્લો,બોટાદ) સાથે સંપર્ક થયો હતો. અમિતે મહિલાની બિમારીના ઉપાયના બહાને વિશ્વાસમાં લઇને તેની પાસેથી સોનાની બુટ્ટી, ચેઇન, તથા રોકડા રૂ. ૧ લાખ પડાવી લીધા હતા. બાદમાં અમીત માંડલીયાએ મહિલાની બિમારીના ઉપાય અને સાધના કરવાનું જણાવી વારંવાર તેની લાજ લૂંટી દુષ્કર્મ આચર્યું હતું. અને મહિલાની મરજી વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. મહિલાએ પ્રતિકાર કરતા તેને ધમકીઓ આપવામાં આવી હતી. આખરે ત્રસ્ત મહિલાએ અમીત ચમનલાલ માંડલીયા સામે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.