સાવરકુંડલામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો ત્યારે ૫ઃ૪૫ કલાકે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ઇન્દિરા વસાહત વોર્ડ નંબર ૬ બાપા સીતારામની મઢુલી પાસે મુકેશભાઈ પરસોત્તમભાઈ જમોડના મકાન ઉપર વરસાદને હિસાબે આરસીસી પારાપીટ પડવાથી બાજુમાંથી પસાર થતા પીજીવીસીએલના ઈલેક્ટ્રીક તાર તુટેલ જેને કારણે નીચે રોડ પર સુરાભાઈ વશરામભાઈ ગોહિલની માલિકીના બે બકરાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી ઘટના સ્થળે મોત થયેલ જા કે કોઈ જાનહાની ટળી હતી. સાંજે લીલીયા પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો હતો જેના કારણે નદી નાળા છલકાઈ ગયા હતા. લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે કપિલ પરામાં દીલીપભાઈ અશોકભાઈના રહેણાંક મકાન પર વિજળી પડી હતી. જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.