અંબુજા ફાઉન્ડેશન પીયુ ૩૮ની ટીમ અને લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના સ્ટાફ સાથે મળીને અને રામગઢ ગામે આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું હતુ. જેમાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાંથી ડો. વિનોદ પટેલ, ડો. ભારતી પટેલ અને ડો. સોનિયા ચેતાવાણી, નર્સ સ્ટાફમાંથી નિરાલીબેન સાદુલકા અને વિશાલભાઈ વાઘ હાજર રહ્યા હતા. તેમજ અંબુજા ફાઉન્ડેશનમાંથી પીયુ ૩૮ ટીમ મહેશભાઈ છોટાળા, શિવરાજભાઈ ખુમાણ, કથુભાઈ મોભ સહિત હાજર રહ્યા હતા. આ હેલ્થ કેમ્પમાં ડાયાબિટીસ, બીપી, થાયરોઇડ, શરદી તાવ અને સામાન્ય બીમારીની સારવાર તેમજ દવાની વ્યવસ્થા કરાઈ હતી. આ આરોગ્ય કેમ્પમાં ૭૮ લોકોએ લાભ લીધો હતો અને અંબુજા ફાઉન્ડેશનનો સ્ટાફ, લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર સ્ટાફ તેમજ ગામના સરપંચ ભાભલુભાઈ ખુમાણ, પ્રાથમિક શાળાના આર્ચાય ભાવેશભાઈ સહિતનાઓએ આરોગ્ય કેમ્પ સફળ બનાવ્યો હતો.