વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
અમરેલી,તા.૬
સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે સાયન્સ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના વાલીઓનું વાલીસંમેલન યોજાયું હતું. જેમાં આશરે ૧૨૦૦+ વાલીઓએ માર્ગદર્શન સાથે ગુરુકુલની કાર્યપદ્ધતિ માટે ગૌરવની લાગણી અનુભવેલ હતી. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક
નૃત્ય અને અદ્ભુત યોગાસનો પણ રજૂ થયા હતા. સંસ્થાના સંચાલક શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય માટે બદલ શિક્ષકોની કામગીરીને બિરદાવીને પ્રોત્સાહિત કરાયેલા હતા. અંતમાં ધોરણ ૧૦ અને ૧૨માં છ૧ ગ્રેડ મેળવનારા ૩૦ જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.