લાઠી શહેર ખાતે ૨.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત નવા બિલ્ડિંગના બાંધકામ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના લાઠીની તાલુકા પંચાયત છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. કેટલીક ઓફિસો હજુ પણ જુના બિલ્ડિંગમાં છે. જેનાથી અરજદારો અને અધિકારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.જોકે લાઠીના તત્કાલીન તાલુકા પંચાયતના પ્રમુખ અને હાલના સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા સરકારમાં કરાયેલ રજૂઆતને પગલે ૨.૬૨ કરોડના ખર્ચે નવા બિલ્ડીંગની મંજૂરી મળતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.