આજે અષાઢી બીજના પવિત્ર દિવસે સુરતના યુવા ઉદ્યોગપતિ અને જીરા ગામના વતની પરેશભાઈ ડોબરીયાના સહયોગ અને જીરા ગ્રામ પંચાયતના સરપંચ દક્ષાબેન ડી. ચોડવડીયાના નેતૃત્વમાં જીરા ગામમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામને વૃંદાવન બનાવવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે વિશેષ આકર્ષણ રહી વૃક્ષાયાત્રા. આ યાત્રામાં ગામની મહિલાઓએ વૃક્ષાપોથીને માથે મૂકી ચુંદડી ઓઢીને પરંપરાગત પદ્ધતિથી ગામના રસ્તાઓ પર ફરીને લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. આ યાત્રા ગામના લોકો માટે પ્રેરણાદાયક બની હતી. આ કાર્યક્રમમાં મુખ્ય દાતા પરેશભાઈ ડોબરીયા ઉપરાંત હિંમતભાઈ દેસાઈ, ખોડીદાસ શેખડા, મનસુખભાઈ સેંજલીયા, અશ્વિનભાઈ જીરાવાળા, બાબુભાઈ જીરાવાળા, કાનજીભાઈ કોલડીયા, જીવનભાઈ સાવજ, દાસભાઈ બાળધા, મુકેશભાઈ રાદડીયા, અશ્વિનભાઈ ચડવડીયા, જીતુભાઈ દેસાઈ, ભાવેશભાઈ પારબીયા, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, ગામના તલાટી, શિક્ષકગણ અને સુરત, અમદાવાદ, મુંબઈથી આવેલા અગ્રણીઓ અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.