અમરેલી શહેરમાં સૌપ્રથમવાર ક્લેરિટી ફિનવેસ્ટ અને ૐડ્ઢહ્લઝ્ર દ્બેંટ્ઠઙ્મ હ્લેહઙ્ઘ દ્વારા લેડીઝ માટે સ્પેશ્યલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘરની લક્ષ્મીઓને નાણાકીય રોકાણ કયાં, ક્યારે અને કેવી રીતે કરવુ એના વિશે સમજાવવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૨૧૦ કરતા પણ વધારે સ્ત્રીઓએ ભાગ લીધો હતો અને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ફાયદા અને જીંઁ ના ફાયદા વિશે જણાવવામાં આવ્યું હતું. જેમાં ૨૦ વર્ષના અનુભવી એવા પાર્થભાઈ પાઠક ખાસ અમદાવાદથી સ્પીકર તરીકે પધાર્યા હતા.
આ સેમિનારમાં અમરેલીના લેડીઝ ક્લબ તેજસ્વીની, ઇનર વીલ ક્લબ ઓફ અમરેલી ગીરના સભ્યોએ પણ ભાગ લીધો હતો. તેમ ક્લેરિટી ફીનવેસ્ટના શૈલેષભાઈ કોટેચા તેમજ ચિત્ત કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું.