કુંકાવાવ તાલુકાના કોલડા ગામે શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા ૧૦૪ મો અષાઢી બીજ મહોત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામા આવી હતી. અષાઢી બીજના દિવસે કોલેશ્વર ધામ કોલડા ખાતે સ્વયંભૂ માનવમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવાયા હતા. જેમાં વહેલી સવારના ૭ઃ૦૦ કલાકે રથયાત્રા નીકળી હતી. ત્યારબાદ સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજાનું ધ્વજારોહણ થયુ હતુ. સાથે સાંજના ૫ઃ૦૦ કલાકે મહાપ્રસાદ યોજાયો હતો, સંધ્યા સમયે સંત શ્રી કોલવા ભગતની મહાઆરતી કરવામાં આવી હતી અને રાત્રે ૯ઃ૦૦ કલાકે સુપ્રસિદ્ધ કલાકાર શ્રુતિ પટેલ, સંજય સોજીત્રા અને પ્રીત રાજગોરે સંતાવણીમાં માનવ મેદનીમાં ધૂમ મચાવી હતી, આમ ભજન, ભોજન સાથે ભક્તિના ત્રિવેણી સંગમ સમો આ ૧૦૪ મો અષાઢી બીજ ઉત્સવ ભવ્યાતિ ભવ્ય બની રહ્યો હતો.