મોટા પાયા પર ઉગાડવામાં આવતા બીજ મસાલા પાકોમાં મુખ્યત્વે ધાણા અને મેથીનો સમાવેશ થાય છે. આવા પાકોમાં જીવાતોના ઉપદ્રવથી ઉત્પાદનના ઘટાડાની સાથોસાથ ગુણવત્તા પર પણ વિપરીત અસર જાવા મળે છે. આ પાકોમાં વાવણીથી માંડીને કાપણી સુધીમાં આશરે ૨૫ જેટલી વિવિધ જીવાતોથી નુકસાન થતું નોંધાયેલ છે. જીવાતોના ઉપદ્રવથી આ પાકોમાં ૫ થી ૬૭ ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો જાવા મળે છે.

મોલોઃ મોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. જે સીધા જ બચ્ચાંને જન્મ આપે છે જેથી તેની સંખ્યા વિપુલ પ્રમાણમાં જાવા મળે છે. વિવિધ જાતિની મોલો ધાણા, મેથી વગેરે જેવા બીજ મસાલાનાં પાકોને નુકસાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ છોડની વાનસ્પતિક વૃદ્ધિથી માંડીને છોડના પાકવાની અવસ્થા સુધી જાવા મળે છે. વધુ ઉપદ્રવ હોય તો મોલો પાક પર સંપૂર્ણપણે છવાઈ જાય છે અને રસ ચૂસીને છોડને નબળો કરી નાખે છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાઓ છોડને નુકસાન પહોંચાડે છે અને પાન, ફુલ તેમજ બીજમાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ પીળો પડી જાય છે. ફૂલો પર કોઈક વાર મોટી સંખ્યામાં મોલોનો ઉપદ્રવ જાવા મળે તો છોડમાં બીજ બેસતા નથી. જ્યારે મોલોનો ઉપદ્રવ અપરિપક્વ બીજ અવસ્થાએ જાવા મળે તો બીજ કદમાં ખુબજ જ નાના અથવા સંકોચાયેલા જાવા મળે છે. વળી, આ જીવાત પાન ઉપર મધ જેવો ચીકણો પદાર્થ છોડે છે જેથી છોડ કાળા પડી જાય છે અને પ્રકાશસંશ્વલેષણની ક્રિયામાં અવરોધ પેદા કરે છે. જેના પરિણામે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આપણા રાજ્યમાં મોલોની વસ્તી જાન્યુઆરી માસમાં વધુ જાવા મળે છે.

થ્રપ્સઃ બચ્ચાં અવસ્થા દેખાવે અને રંગે
પુખ્ત જેવા જ હોય છે પરંતુ કદમાં નાની અને
પાંખો વિહીન હોય છે. પુખ્ત કીટક બદામીથી પીળાશ પડતા રંગની અને ૧ મી.મી. જેટલી લંબાઈના હોય છે. માદા થ્રપ્સની પાંખો લાંબી અને પાતળી હોય છે અને કેટલીક
પૂર્ણ વિકસિત માદાની પાંખો પર ઘાટા બદામીથી સફેદ રંગની પટ્ટીઓ જાવા મળે છે. Âથ્રપ્સફ્લેવસ જાતિ સફેદ રંગની હોય છે. મેથી અને ધાણામાં સામાન્ય રીતે ફુલ બેસવાની અવસ્થાએ આ જીવાતનો ઉપદ્રવ જાવા મળે છે. આ જીવાત મોટેભાગે ફૂલો અને નાજુક પાનમાંથી રસ ચૂસે છે.

તડતડીયાંઃ આ જીવાતનું પુખ્ત કીટક આછા લીલાથી પોપટી રંગનું, ફાચર આકારનું અને ૨ મી.મી. જેટલી લંબાઈ ધરાવે છે તે પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસે છે અને પાન પર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલે છે. આ જીવાત પાન, ફૂલ અને ફળમાંથી રસ ચૂસીને છોડને નુકસાન પહોંચાડે છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાએ નુકસાન પહોંચાડે છે. પાંદડાંમાંથી રસ ચૂસવાને પરિણામે પીળા ધાબા જાવા મળે છે અને અધિક માત્રામાં ઉપદ્રવ જાવા મળે તો પાંદડા પીળા પડી સૂકાઈ જાય છે પરિણામે છોડની વૃધ્ધ અવરોધાય છે. વળી, આ જીવાત પાનમાંથી રસ ચૂસતા પહેલાં ઝેરી પદાર્થ છોડે છે પરિણામે પાન ચીમળાઈ જઈને કોકડાઈ જાય છે.

સફેદ માખીઃ કદમાં નાની અને પાંખો મીણ જેવા પદાર્થથી ઢંકાયેલ દૂધ જેવી સફેદ હોય છે. બચ્ચા લીલાશ પડતાં સફેદ રંગના જાવા મળે છે. બચ્ચા તથા પુખ્ત એમ બંને અવસ્થાએ પાનમાંથી રસ ચૂસીને છોડને નુકસાન પહોંચાડે છે. આ જીવાતના ઉપદ્રવથી મેથી, કલૌંજી, ધાણા અને જીરૂ જેવા પાકોમાં અતિ ભયંકર ‘પર્ણકૂંચન’ વિષાણુજન્ય રોગ ફેલાય છે. આ રોગથી નુકસાન પામેલ મેથી તેમજ અન્ય પાકોના પાન નાના મોટા થઈ જાય છે તથા છોડમાં ફૂલ અને શિંગો બેસતી નથી જેનાથી પાક ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળે છે. બચ્ચાં મધ જેવો ચીકણો રસ બહાર કાઢે છે જેથી તેના પર ફૂગની
વૃધ્ધ જાવા મળે છે અને છોડ કાળો પડી જાય છે.

ડો. કે.ડી. શાહ,
ડો. જે.આર. તળાવીયા,
ડો. એમ.એચ.
સાપોવાડીયા અને
ડો. વી.સી. ગઢિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
આભાર – નિહારીકા રવિયા