સાવરકુંડલામાં આવેલ ભુવા રોડ ઉપર શિવાજીનગર ગૌશાળામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના ભુવા રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષથી ગૌશાળા ચાલે છે જેનું ટ્રસ્ટી મંડળ દ્વારા સંચાલન કરવામાં આવે છે આ ગૌશાળામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૌશાળાના ટ્રસ્ટીઓ તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, પ્રતિકભાઈ નકરાણી(લાયન્સ ક્લબ પ્રમુખ) અશોકભાઈ ચૌહાણ, વિજયસિંહ વાઘેલા તથા ભાજપ આગેવાનો અને ગૌશાળા સંચાલકો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.