ગીર સોમનાથના કોડીનાર શહેરમાં જિલ્લા કલેકટરની વિઝિટ બાદ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. શહેરના મુખ્ય રસ્તાઓ અને તાલુકાના દેવળી અને વેલણ સહિતના ગામોની ગૌચરની જમીન પર દબાણો હટાવી અંદાજિત ૨.૪ કરોડની ૩૦૦૦ ચો.મી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. છાપરા, ઓટાઓ, પગથીયાઓ, બોર્ડ, બેનર, હોર્ડીંગ્સ, પતરાનો શેડ જેવા અંદાજે ૩૫૦ થી ૪૦૦ દુકાનદારો દ્વારા કરવામાં આવેલ દબાણો દૂર કરી અંદાજીત બજાર કિંમત રૂ.૨.૪ કરોડની આશરે ૩૦૦૦ ચો.મી. જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે નેશનલ હાઈવેથી દેવળી ગામ તરફ જતાં ગંગાજળી હારણની નળ આશરે ૧૦૦ મીટર દબાણવાળી જગ્યા અંદાજીત કિંમત રૂ.૩ લાખની જમીન તેમજ દેવળી ગામમાં પાણીનો ટાંકો બનાવવા માટે આશરે ૨૦૦ ચો.મી. જેટલી જમીન નકકી થયેલ તેની ઉપર દબાણ થયું હતું તે પણ ખુલ્લું કરાયુંં હતું. વેલણ ગામે ૧૦ વીઘા ગૌચરમાં થયેલું દબાણ ખુલ્લુ કરવામાં આવ્યું હતું. તંત્રની કામગીરીને લઈ ગેરકાયદે દબાણ કરનારા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.