અમરેલી જિલ્લામાં પોલીસે પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતાં ઇસમો સામે લાલઆંખ કરી છે.
સાવરકુંડલામાં હાથસણી રોડ પર ખોડીયાર ચોકમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૬ બોટલો જપ્ત કરી હતી. પોલીસે ૫૪૪૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. ધારી સરસીયા રેલવે ફાટક પાસેથી એક યુવક બાઇક લઈને પસાર થતો હતો ત્યારે અટકાવી તલાશી લેતાં દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બાઇક, દારૂની બોટલ મળી કુલ ૧૫,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય પાંચ સ્થળેથી ૨૪ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. વિવિધ સ્થળેથી ૮ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા. પોલીસે આ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.