રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ જેટલા દિવ્યાંગોને વિવિધ સાધનોનું મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫૦ જેટલા
આભાર – નિહારીકા રવિયા દિવ્યાંગ લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સાધન સહાયનો લાભ આપવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તથા મધ્યપ્રદેશના રતલામના એસ.આર. ટ્રસ્ટના માધ્યમથી દિવ્યાંગોને આ સાધનો વિનામૂલ્યે આપવામાં આવશે.