જમીને ફળદ્રુપ બનાવતા સુક્ષ્મ જીવાણુઓને ગરમી, ઠંડી, અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવા ખતરાથી બચાવવા માટે આચ્છાદન જરુરી
વનસ્પતિના અવશેષોનું મલ્ચંગ એ શ્રેષ્ઠ નિંદામણ નાશક પદ્ધતિ
આચ્છાદનના અનેક ફાયદાઓ, આ
પદ્ધતિને અપનાવવાથી જમીનને વધુ સારી ગુણવત્તા અને ઉપજ આપતી બનાવી શકાય
આચ્છાદન પવનની ગતિ ઘટાડે છે જેથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે.
વરસાદની ગતિની અસર પણ ઘટાડે છે જેથી જમીન પર ખાડા પડતા નથી
આચ્છાદનના વિવિધ પ્રકારો અને તેની
પદ્ધતિઓ
રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ મિશન મોડમાં પ્રયાસો શરુ છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં ઉત્પન્ન થતા સૂક્ષ્ણ જીવાણુઓનું અતિ મહત્વ છે. જમીનને ફળદ્રુપ બનાવતા ખેડૂતોના સાચા મિત્ર એવા આ જીવાણુઓને ગરમી, ઠંડી, અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવા ખતરાથી બચાવવા માટે આચ્છાદન (મલ્ચંગ) જરુરી છે.
આચ્છાદન દ્વારા જમીનને વધુ સારી ગુણવત્તા અને ઉપજ આપતી બનાવી શકાય છે. આચ્છાદન પવનની ગતિ ઘટાડે છે જેથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે, વરસાદની ગતિની અસર પણ ઘટાડે છે જેથી જમીન પર ખાડા પડતા નથી. આમ, અનેકવિધ ફાયદાઓ ધરાવતા આચ્છાદન અને તેને લગતી માહિતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લખવામાં આવેલા પુસ્તક ‘પ્રાકૃતિક
કૃષિ’માં આપવામાં આવી છે.
આચ્છાદન મલ્ચંગ ત્રણ પ્રકારના હોય છે. ૧.
મૃદાચ્છાદન (માટીનું મલ્ચંગ) ૨. કાષ્ટાચ્છાદન (વનસ્પતિનાં અવશેષોનું મલ્ચંગ) ૩. સજીવાચ્છાદાન (આંતરપાક અથવા મિશ્ર પાકોનું મલ્ચંગ). જમીનની ખેડ બળદ સંચાલિત હળ અથવા ઓછા વજનવાળા ટ્રેક્ટર સંચાલિત રોટાવેટરથી કરવામાં આવે છે કારણ કે, હલકા સાધન વડે ખેડ કરવાથી જીવાણુઓને નુકસાન થતું નથી. માટીમાંથી ૩૬ ડિગ્રી ઉચ્ચ તાપમાને કાર્બન ઉડવાની શરુઆત થાય છે ઉપરાંત ભેજ પણ હવામાં ઉડવાનું શરુ કરી દે છે. એકદમ ગરમી અથવા ખૂબ ઠંડીને કારણે જમીન ફુલે અથવા સંકોચાય છે જેનાથી જમીનમાં તિરાડો પડે છે. આ તિરાડોમાંથી ભેજ બાષ્પીભવન દ્વારા હવામાં જતો રહે છે. તેનાથી જમીનમાં ભેજ ઓછો થાય છે અને જમીનમાં જીવાણું તથા છોડનાં મૂળને ભારે નુકસાન થાય છે. આ નુકસાન ઘટાડવા માટે જમીનમાં હળવું ખેડાણ કરવામાં આવે છે અને ભેજને સુરક્ષિત રાખવા માટે જમીનની સપાટી પર વનસ્પતિનાં અવશેષોનું આવરણ (મલ્ચંગ) કરવામાં આવે છે.
વનસ્પતિનાં અવશેષોનું આચ્છાદન (મલ્ચંગ)એ શ્રેષ્ઠ નિંદામણ નાશક પદ્ધતિ છે. નીંદણનાં બીજને અંકુરિત થવા માટે સૂર્યપ્રકાશ જરુરી છે, પરંતુ જમીન પર વનસ્પતિનાં એવશેષોનું આવરણ કરવાથી સૂર્યપ્રકાશ મળતો નથી જેને લીધે નિંદામણનાં બીજ અંકુરિત થઈ શકતા નથી. આ રીતે નીંદણનું નિયંત્રણ કરી શકાય છે. આચ્છાદનથી ભેજના કણો પણ ઉડતા નથી અને જમીનમાં ભેજ પણ જળવાઈ રહે છે જેના કારણે જમીન જીવંત બને છે. આચ્છાદન પવનની ગતિને ઘટાડે છે આમ જમીનમાં ભેજ વધુ જળવાઈ રહે છે. આચ્છાદન વરસાદની ગતિને ઘટાડે છે જેથી જમીન પર ખાડા પડતા નથી અને ભેજ વહી જતો અટકે છે.
વધારે ગરમીમાં ભેજને જાળવી રાખવા માટે આચ્છાદન ખૂબ જ મહત્વનું કામ આપે છે. ખૂબ જ ગરમીના લીધે ભેજ કાર્બન ડાયોક્સાઈડ બનીને હવામાં ઉડી જાય છે. જેના કારણે સરેરાશ તાપમાનમાં વધારો થઈ શકે છે. આ પુસ્તકમાં જણાવ્યા મુજબ જા કોઈ વર્ષમાં દુષ્કાળ આવે તો પણ આચ્છાદન હવામાંથી ભેજ લઈને છોડને સુરક્ષિત રાખે છે. જયારે એકદળ અથવા દ્વિદળ પાકના અવશેષોનું જમીનની સપાટી પર આચ્છાદન (મલ્ચંગ) કરવામાં આવે તો જમીનમાં જીવ દ્રવ્યનું પ્રમાણ જળવાઈ રહે છે. જીવ દ્રવ્યની હાજરીથી જમીન ફળદ્રુપ બને છે.
૧ લિટર જીવ દ્રવ્ય હવામાંથી ૬ લિટર પાણી શોષે છે. આ કારણે કુદરતી દુષ્કાળના સમયમાં પણ પ્રાકૃતિક કૃષિ ખીલે છે. એટલે કે સારું ઉત્પાદન આપે છે કારણ કે જીવ દ્રવ્ય મૂળનો ખાદ્ય ભંડાર હોય છે. મૂળ જીવદ્રવ્યમાંથી
પોષક તત્વો લે છે અને પાકના શરીરમાં સંગ્રહિત કરે છે. જયારે જમીન પર સજીવ આચ્છાદન કરવામાં આવે એટલે કે મિશ્ર પાક અથવા આંતરપાક લીધા પછી પાકનાં અવશેષોને જમીનમાં ભેળવી દેવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો જમીનમાં ઉમેરાય છે. જે પાક લઈ શકે છે. પ્રાકૃતિક કૃષિ જમીનમાં બેકટેરીયાના અવશેષો (શરીર) જમીનમાં ભળી પાકને તેમાં રહેલા તમામ પ્રકારના પોષક ત¥વો આપે છે અને પાક સારુ ઉત્પાદન આપે છે.
એવી જ રીતે જમીનમાં ઉગતા નીંદણને પણ જા જમીનમાં ભેળવી દેવામાં આવે તો તેમાં રહેલા પોષક તત્વો
પાકને મળે છે. નીંદણના પાંદડા પર રહેલા કિટકો નુકસાન પહોંચાડનારા કિટકોનો નાશ કરી દે છે. આમ
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં આચ્છાદન (મલ્ચંગ)ના ઘણા લાભ છે જે ખેડૂતોને લાંબાગાળે ઉત્પાદન વધારવામાં અને જમીનને ફળદ્રુપ બનાવવા માટે ઉપયોગી છે.
સંકલન -જય મિશ્રા