બાબરાના ગમાપીપળીયા ગામે ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાની આગેવાનીમાં કિસાન સંમલેન યોજવામાં આવ્યું હતુ. વરસાદના માહોલમાં પણ બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. તેમજ ભારતીય કિસાન સંઘના આમંત્રણને માન આપી આત્મા પ્રોજેક્ટમાંથી આસિસ્ટંટ ટેકનોલોજી મેનેજર રોહિતભાઈ પટેલે ખેડૂતોને
પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી. પ્રાકૃતિક ખેતીની શરૂઆત ખેડૂતોને ૧થી ૫ વિધા સુધી પણ કરી શકે. તેમાં શાકભાજી, બાગાયતી ખેતી, કે સીંગના વાવેતરમાં સારી સફળતા મળે છે, તેમાં ખેતીનો ખર્ચો ઘટે છે અને દવા અને રાસાયણિક ખાતર વગર ઉત્પાદન મળતા વધારે મીઠાશવાળુ ઉત્પાદન મળે છે. વધુમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત વગેરે કેમ બનાવવા, કેવી રીતે ઉપયોગ કરવો બધી જ માહિતી આપી. ગમે ત્યારે માહિતી, સહકાર જોઈએ તો ફોન કરી માહિતી લઈ શકો છો. તેમજ ગમાપીપળીમાં પ્રાકૃતિક ખેતી કરતા શિવાભાઈ રમેશભાઈ પાસેથી માહિતી મેળવી વધુ સારુ ખેતીનુ ઉત્પાદન મેળવી શકો છો. ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે કેન્સર, હાર્ટએટેકનું પ્રમાણ ખૂબ જ પ્રમાણ વધતું જાય છે.
અને ગુજરાત પણ કમમાં આગળ વધતું જાય છે. તેમાંથી બચવા માટે તંદુરસ્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવું જ પડશે. તો જ તંદુરસ્ત ભારત
બની શક્શે.