સા.કુંડલાની કે.કે હાઈસ્કૂલના યજમાન પદે ૬૮મી અખિલ ભારતીય તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ જેમાં બધા જ એસ ગ્રુપમાં કે.કે હાઈસ્કૂલના ભાઈ, બહેનોએ પ્રથમ અને દ્વિતીય નંબર લાવી શાળાનું ગૌરવ વધારેલ છે. અં-૧૯ ભાઈઓએ દોડમાં, ચક્રફેંકમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ અં-૧૭માં વિવિધ મીટરની દોડમાં ભાઈઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તો બરછી ફેંક, ચક્રફેંકમાં પણ પ્રથમ અને દ્વિતિય નંબર મેળવ્યો હતો.અં-૧૪માં ગોળાફેંક, ચક્રફેંક અને દોડમાં પ્રથમ-દ્વિતિય સ્થાન મેળવ્યુ છે. અં.-૧૭ અને અં.૧૪ની બહેનોએ પણ દોડમાં અને લાંબીકુદમાં પ્રથમ સ્થાન મેળવી હાઈસ્કૂલનુ ગૌરવ વધાર્યુ છે. પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.