શું કરે છે ભાઈ બસ ૧૦ વીઘા જમીનમાં આંબાનો બગીચો તૈયાર કરી રહ્યો છું પણ દસ વીઘાની કલમો નાખવા કરતા વૈજ્ઞાનિક ઢબે ત્રણ પાર્ટમાં અલગ અલગ બાગાયતી વાવેતર કરે તો ત્રણેય સિઝનમાં આવક થશે.‘ ના રે ભાઈ ના, એવી મહેનત કરવાનો સમય નથી’ આ વાક્યો છે, આજના ખેડૂત મિત્રોના જમીનના ટુકડા વાતાવરણ અને પાણીની સમસ્યાઓ ખેતીને સતત અસર કરવાની છે, જે ભૂતકાળમાં હતું વર્તમાનમાં ઓછી સમસ્યા છે અને ભવિષ્યમાં તો હાલ જે સમસ્યાઓ છે એના કરતા વધવાની ધારણા રાખજો કારણકે માનવ જાતે કુદરતના પર્યાવરણ પાણી જેવા સ્ત્રોતને નુકસાન કરવાનું કામ કર્યું છે ઝેરમુક્ત ખેતી અને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ અને ખર્ચ વિનાની ખેતી એટલે પ્રાકૃતિક ખેતી. રાસાયણિક ખાતરોના ઉપયોગ અને સંશોધન પહેલા ખેડૂતોના વડવાઓ ગાયો, ભેંસો માલ ઢોર રાખીને પોતાની જમીન દેશી છાણીયું ખાતર નાખીને ખાતરતા હતા. આજે અનેક રોગોથી પીડાતી પ્રજા ફરી સાત્વિક શોધ આહાર તરફ વળી છે મોટરગાડી બંગલા અને બે-ચાર મોબાઈલ રાખતા માણસને મોંઘવારી માત્ર ખેતપેદાશમાં જ દેખાય છે બાકી મોંઘવારી દેખાતી નથી સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની ભાગોળે થોરાળા ભાવનગર રોડ ઉપર પ્રાકૃતિક ખેતી કરતા સંજયભાઈ કાનજીભાઈ હાપલિયા નામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂતનું ફાર્મ આવેલ છે. ખેડૂતના દીકરાને ખેતીનું જ્ઞાન વાર્તામાં મળતું હોય છે ૨૫ વીઘા જમીન લિઝ ઉપર લઈને આ યુવાને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ભણતર ભલે ઓછું હોય પણ ગણતર ખૂબ સારું છે. ૪૨ વર્ષે યુવાન આયોજનબદ્ધ રીતે બાગાયતી ખેતીમાં સફળતા હાંસલ કરે છે બાગાયતી ખેતીમાં એક જ પ્રકારનું વાવેતર કરવાના બદલે વાવેતરના અલગ અલગ ભાગ એટલે કે બ્લોક બનાવીને વાવેતર કરેલ છે. સંજયભાઈ કહે છે ૨૫ વીઘામાં આંબાનો બગીચો બનાવો અને ફ્લાવરિંગ ન આવે તો આખા વર્ષની મહેનત પાણીમાં જાય અને વર્ષમાં એક જ વખત આવક આવે એના કરતાં બ્લોક બનાવીને ત્રણેય સિઝનમાં આવક આવે તેવા પ્રયત્નો કર્યા છે અને આગામી સમયમાં વાવેતરની પેટન્ટ બદલવી પડશે.
પાંચ એકર જમીનમાં તાઇવાન પિંક જામફળનું વાવેતર ત્રણ વર્ષ પહેલા કરેલ અને બે વર્ષ પહેલાં બીજા પ્લોટમાં વાવેતર કરેલ. ત્રણ વર્ષ વર્ષે પહેલા જે જામફળનું વાવેતર કરેલ તેમાં ગત સીઝનમાં ૩૦ ટન જેવું ઉત્પાદન આવેલું જેના ભાવો રૂપિયા ૨૦ થી ૬૦ મળેલા. સંજયભાઈ જામફળના રોપ ગુલટુર આંધ્ર પ્રદેશથી લાવીને વાવેતર કરેલ છે. ચાલુ વર્ષે એક એકર જમીનમાં રેડ ડાયમંડ જાપાનની વેરાઈટીના સીતાફળનું વાવેતર કરેલ છે. જ્યારે એક એકર વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા કમલમ, ડ્રેગન ફ્રુટનું વાવેતર કરેલ છે. સંજયભાઈ કહે છે અત્યારે ડ્રેગન ફ્રુટની લણણીની સિઝન ચાલી રહી છે અને પાંચ ટન જેવું ઉત્પાદન ત્રણ વર્ષના બગીચામાંથી આવશે તેવો અંદાજ છે. ડ્રેગન ફ્રુટ કમલમ તેઓ રૂપિયા ૧૩૦ના ભાવથી ઘેર બેઠા જ વેચાણ કરે છે. સંજયભાઈ કહે છે લોકોને ખ્યાલ આવે કે સંજયભાઈને ત્યાં ડ્રેગન ફ્રુટ વેચાણ માટે આવી ગયા છે એટલે માલ ખૂટે છે. આ ઉપરાંત એક એકર જમીનમાં સીતાફળનું વાવેતર કરેલ છે એન એમ કે વન ગોલ્ડન સીતાફળની વેરાઈટી છે તેમાં બિયા ઓછા અને સ્વાદ સ્વીટને સારી અને ફ્રુટની સાઈઝ મોટી આ વેરાઈટીનું વાવેતર કરેલ છે. સંજયભાઈ દર વર્ષે એક વીઘામાં હળદરનું વાવેતર કરે છે. સેલમ હળદરનું વાવેતર કરી વેલ્યુ એડિશન કરીને હળદર રાજકોટમાં ઘેર બેઠા વેચાણ કરે છે. કોઈપણ પાકમાં રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરતા નથી. તેમની પાસે ચાર ગીર ગાયો છે દૂધ, ગોળ ગૌમૂત્ર, જીવામૃત ઘનામૃત જેવા
પ્રાકૃતિક કીટનાશકોનો ઉપયોગ સંજયભાઈ કરી રહ્યા છે. જેના હિસાબે તેના તમામ ઉત્પાદનોમાં સ્વાદ, ક્વોલિટી અને રંગ લોકોને ગમે છે સંજયભાઈનો સંપર્ક નંબર ૯૮૨૫૬૩૮૩૮૧ છે.