ભેળસેળના જમાનામાં આજે શુધ્ધ ખોરાક શોધવો મુશ્કેલ છે. જેના માટે જવાબદાર જનતા છે માત્રને માત્ર પોતાનું જીવન જેના ઉપર રહેલુ છે. તેવા દૂધ, ઘી, શાકભાજી, અનાજ-કઠોળમાં જ લોકોને મોંઘવારી દેખાય છે. બાકી મોજશોખ અને હરવા-ફરવામાં કયાંય મોંઘવારી કોઈને નડતી નથી. તમે કયારેય જાયુ કે સાંભળ્યું, મોલમાં કોઈ વ્યકિત કપડા, ઈલેકટ્રોનીકસ કે અન્ય સૌંદર્ય પ્રસાધનોની ખરીદી કરવા ગયા અને ભાવ ઓછાં કરવા માટે રકઝક કરી , નહી ને આજે મોલમાં શાકભાજી મળતા થયા છે. શાક માર્કેટ કે શાકભાજીની લારીવાળા સાથે આપણે ભાવતાલની માથાકુટ કરીએ છીએ પણ મોલમાં કરતા નથી. જે અનાજ, કઠોળ, તેલિબિયા, દૂધ અને ઘી, આ બધુ ખેડૂતો અને પશુપાલકો પાસેથી આવે છે. તમારી વાર્ષિક જરૂરિયાત તમારા મોજશોખના ખર્ચ કરતા ઓછી હશે છતાં પણ મોંઘવારી અહીં જ દેખાય છે. વર્તમાન સમયમાં ગામડાઓમાં ખેડૂતો અને પશુપાલકોને ત્યાં ગાય, ભેંસ પશુપાલન રહ્યું નથી આમ છતાં પણ આજે દૂધ અને દૂધની બનાવટો માર્કેટમાં કયાંય અછત થતી નથી. અનેક કંપનીઓના ઘી તો માર્કેટમાં ઘટતા પણ નથી માંગો એટલી મીઠાઈ મળે. લોકો કયારેય વિચાર કરતા નથી કે આ ઘી-દૂધની નદીઓ કયાંથી વહે છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવારોની શુભેચ્છાઓ વચ્ચે ગોકુળ-મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણ-રાધા-ગોપી અને દૂધ-માખણ વેચવાની વાતો આપણે ઈતિહાસના પાનાઓ ઉપર વાંચી છે. ગામડાઓ ભાંગી રહ્યા છે. પશુપાલન વ્યવસાય આજે ઘટી રહ્યો છે. આ વાસ્તવિકતાઓ વચ્ચે ગામડા-ગામની એક સફળ મહિલા ખેડૂતની મહેનત સફળતા તરફ જઈ રહી છે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવી હળિયાદ ગામના વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણીનું ખેડૂત કુટુંબ ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે જાડાયેલું છે. ૮ ધોરણ ભણેલા ૪૩ વર્ષિય વર્ષાબેન કહે છે. ખેતીની આવકમાં પરિવારનું ગુજરાન ચાલતુ ન હતું. બાળકો નાના અને ઘર ખર્ચને પહોંચી વળવા માટે ગીર ગાયો રાખીને દૂધ વેચીને આવક થશે એ ધ્યેય સાથે ગાયો રાખી તો ગાયના દૂધના લીટરના માત્ર ૩પ થી ૪૦ રૂપિયાનાં ભાવ મળતાં હતાં આથી દૂધ ડેરીમાં વેંચાણ કરવા કરતા દૂધમાંથી પેંડા અને શિખંડ બનાવીને વેચાણ કરવું એ નક્કી કર્યું પણ વેંચાણ કરવું કયા ? એ પ્રશ્ન હતો ગીર ગાયના દૂધમાંથી ખોર, શિખંડ બનાવવા માટે વિવિધ રીતોનો અભ્યાસ કર્યો ગામડાઓની મોટી ઉંમરની માતાઓ પાસે જુની-પુરાણી રીતો જાણીને આજે વર્ષાબેન શિખંડમાં ખાંડ નાખ્યા વિના સાકર નાખીને શિખંડ બનાવે છે. જેના કારણે ડાયાબિટીસવાળા કે અન્ય લોકો પણ શિખંડ ખાઈ શકે. સગા-સંબંધીઓ આડોશી, પાડોશી અને સોશ્યલ મીડિયાનો સહારો મેળવીને સારુ માર્કેટીંગ કરી જાણે છે. વર્ષાબેન છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ડર મુજબ શિખંડ બનાવીને ઘેર બેઠા વેંચાણ કરે છે. આજે સારૂ અને શુધ્ધ ખાનારાઓ સુરત, અમદાવાદ, રાજકોટથી ઓર્ડર આપે તો આઈસ બોકસમાં પેકીંગ કરીને કુરીયર કે ટ્રાવેલ્સ મારફતે તેઓ વેંચાણ કરે છે. આ ઉપરાંત તેઓ શ્રાવણ માસ દરમ્યાન ખાંડની જગ્યાએ સાકર નાખીને પેંડા બનાવે છે. અને ઘેરબેઠા પેંડાનું વેંચાણ કરે છે. માર્કેટના બનાવટી અને એસેન્સ વાળા શિખંડની સરખામણીએ શુધ્ધ અને સાત્વિક શિખંડનો ભાવ પણ પરવડે તેવો છે. આથી ડિમાન્ડ રહે છે. વર્ષા બહેન પોતે તો દૂધ અને દૂધની બનાવટોનું વેલ્યુ એડિશન કરી રહ્યા છે. સાથે-સાથે ગામમાં ગાયો રાખતા પશુપાલકો, ખેડૂતો પાસેથી જયારે જરૂરીયાત હોય ત્યારે શુધ્ધ દૂધ ઉંચા ભાવો એટલે કે એક લીટરના ૬૦ થી ૭૦ રૂપિયા આપીને ખરીદી કરે છે. આમ તેઓને ડેરીના ભાવો કરતા દોઢા ભાવો મળે છે. વર્ષાબેન કહે છે મારે, શુધ્ધ અને સાત્વિક કવોલીટીવાળી મીઠાઈનું વેંચાણ કરવું છે. સામે ખાનાર કે ખરીદનારને પણ સારી અને સાત્વિક મીઠાઈઓ જાઈએ છે અને મહેનતના પુરતા ભાવો મળે છે તો શા માટે સારૂ ન આપવુ. આ ધ્યેય સાથે કામ કરૂ છુ. માત્ર હું જ આર્થિક કમાણી કરૂ એવુ નહિ જે લોકો ગાયો રાખે છે. તેને પણ દૂધના ભાવો સારા મળે તેવા પ્રયત્ન કરૂ છુ. ગાયના દૂધનો પ્યોર માવો બનાવીને પણ તેઓ વેંચાણ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા ઉપર લાઈવ પેંડા બનાવવા, લાઈવ શિખંડ બનાવવો, લાઈવ ગાયના દૂધનો માવો બનાવવો જેવા વીડિયો ધુમ મચાવી રહ્યા છે. આ છે પરિશ્રમ અને ઈમાનદારી સાથે સફળતા વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણીનો સંપર્ક નં. ૯૩૧૩પ૯૧૭૮ર છે.