જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વિકટર દ્વારા વર્ષ ૨૦૧૭થી સ્વદિપ શિક્ષણ વિકાસ સંસ્થાનાં સહયોગથી અમરેલી જિલ્લાનાં રાજુલા, જાફરબાદ અને ગીર સોમનાથ જિલ્લાનાં વેલણમાં કુલ ૪૫ આંગણવાડીમાં વિદ્યાજ્યોત કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ ડો. મનીષાબેન મુલતાનીનાં અધ્યક્ષ સ્થાને સંવાદ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજુલા, જાફરાબાદ અને વેલણની ૬૫ આંગણવાડી કાર્યકર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી બાળ સુરક્ષા અધિકારી વિશાલ જોષીએ સરકાર દ્વારા અમલીકૃત વિવિધ બાળ સંરક્ષણ અને બાળ વિકાસની યોજનાઓની માહિતી આપી હતી.