રાજ્યમાં વ્યાજખોરો પર લગામ કસવા સરકારે ઝૂંબેશ શરૂ કરી છે, તેમ છતાં કેટલાક વ્યાજખોરો બેફામ બનીને પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. અમરેલીમાં રહેતા અને મજૂરી કામ કરતાં ગીતાબેન હિંમતભાઈ ખિહડીયા (ઉ.વ.૩૩)એ સ્મીતાબેન તથા વિકાસભાઈ ગોપાલભાઈ સાંગાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને પૈસાની જરૂર હોવાથી ૧૦ ટકા તથા ૩ ટકા લેખે ઉંચા વ્યાજે પૈસા લીધા હતા. જેની પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપ્યો હતો. વ્યાજખોરોથી કંટાળીને પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.