અમરેલી એલસીબી ટીમે ધરાઈ ગામની સીમમાંથી ૬ જુગારીને રોકડા ૨૬૦૦૦ સાથે ઝડપી લીધા હતા, જેમાં એક સુરતી પણ હતો. રાજેન્દ્રભાઇ હિરાલાલભાઇ જોષી, નિલેષભાઇ બાબુભાઇ વામજા, ચેતનભાઇ પુંડરીકભાઇ પંડ્યા, અશ્વીનભાઇ જ્યંતીભાઇ ખાંભુર, અમિતભાઇ દીલાવરભાઇ કોરેજા તથા ભરતભાઇ જયતાભાઇ વાળા મંદિર વાળા કેડા તરીકે ઓળખાતી ધરાઇ ગામની સીમમાં આવેલી રાજેન્દ્રભાઇ હિરાલાલભાઇ જોષીની વાડી પાસે, તળાવ કાંઠે જાહેરમાં પૈસા-પાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૨૬,૦૦૦ સાથે ઝડપાયા હતા.