નાના ભંડારિયા ગામમાં ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.તાલુકા વિતરણ અધિકારીએ ઉપસરપંચ પદ માટેના એકમાત્ર ઉમેદવાર શ્રીમતી જ્યોત્સનાબેન દેવાણીને સર્વાનુમતે બિનહરીફ વિજેતા જાહેર કર્યા. ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ભારતીબેન ત્રાપસિયાએ જ્યોત્સનાબેન દેવાણીને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને તેમની નવી જવાબદારી માટે
આભાર – નિહારીકા રવિયા શુભેચ્છાઓ આપી. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગ્રામ પંચાયતના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કંચનબેન ત્રાપસીયા, વિપુલભાઈ ત્રાપસીયા, વિનુભાઈ બોદર, નરેશભાઈ ત્રાપસીયા, મનીષભાઈ માધડ, જયાબેન ગોપાલકા અને કૈલાશબેન માધડનો સમાવેશ થાય છે.