લીલીયા મોટા મુકામે તારીખ ૭/૯/૨૦૨૪ ના રોજ પટેલ વાડી મુકામે સમય બપોરના બે કલાકે સહકારસંમેલન યોજાશે. આ સહકાર સંમેલન લીલીયા ક્રેડીટ કો. ઓ. સોસાયટીના સૌજન્યથી યોજાશે. જેમાં પૂર્વ કૃષિમંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહેશે. અતિથી વિશેષ તરીકે સાસંદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, હનુભાઈ ધોરાજીયા, જયંતીભાઈ પાનસુરીયા, દિપકભાઈ માલાણી, મનિષભાઈ સંઘાણી, મધ્યસ્થ બેંકના સી.ઈ.ઓ.બી.એસ. કોઠીયા હાજર રહેશે.