અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ. અલ્પેશ પટેલની ટીમે જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન માહિતી મળતા બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી લીધો હતો. જ્યારે બે ઈસમો રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા. આરોપી પાસેથી નાની-મોટી વિદેશી દારૂની ૩૫૧ જેટલી બોટલો કિં.રૂ.૫૫,૮૨૦ અને બે બાઈક, મોબાઈલ સહિત કુલ રૂ.૧,૨૫,૮૨૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધવામાં આવ્યો છે. ભરત ઉકાભાઈ શિયાળ રહેવાસી ખત્રીવાડા તા.ઉના જી.ગીર સોમનાથની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ૨ આરોપી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખત્રીવાડાના રહેવાસી શિવા બાબુભાઇ શિયાળ, ધના બાબુભાઇ શિયાળ રેડ દરમિયાન ફરાર થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.