આકાશ સેવાસેતુ દ્વારા તાલીમ ભવન અમરેલી ખાતે “ગઝલ પઠન તથા ગાન” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બી.એડ. કોલેજના ૧૪ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને “અવસર” ગઝલ સંગ્રહમાંથી ગઝલોની સુંદર રજૂઆત કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સ્વાગત અને મહેમાનોના પરિચય સાથે થઈ હતી. ત્યારબાદ દરેક સ્પર્ધકે ગઝલ પઠન અને ગાન કર્યું હતું. સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓ અને બે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ વિજેતા રહ્યા હતા તેમાં મોરી સુનિતા (પ્રથમ), નિમાવત પવન (દ્વિતીય), વાળા હિરલ (તૃતીય) અને પ્રોત્સાહક ઇનામ ૪. મઢવી પ્રદીપ ૫. રાઠોડ શીતલને આપવામાં આવ્યા હતા. મહેન્દ્રભાઈ જોષી અને વાસુદેવભાઇ સોઢાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.