સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. એસઓએસ હોસ્પિટલ મહુવાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજપડી ગામના સરપંચ ભરતભાઈ સહિતના આગેવાનો અને આયોજકની ઉપસ્થિતિમાં કુલ ૧૭૬ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં સરપંચ દ્વારા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આવેલા જરૂરીયાતમંદ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. સરપંચ અને સેવાભાવી આગેવાનોએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.