સાવરકુંડલા શહેરનાં નિવૃત્ત મ્જીહ્લ અધિકારી, પૂર્વ જીઇઁહ્લ અને ઝ્રઇઁહ્લ કોબ્રા કમાન્ડોના અધિકારીઓ પોતાના વતનના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને શારીરિક કસોટીઓમાં સફળ થવા માટે તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ દોડ, એક્સરસાઇઝ, લોંગ જંપ અને હાઈ જંપ જેવી કસરતો કરી રહ્યા છે. આ તાલીમ ખાસ કરીને વનવિભાગ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આગામી ભરતી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તાલીમ કાર્યક્રમના મુખ્ય પ્રશિક્ષકોમાં મ્જીહ્લના નિવૃત્ત અધિકારી હનીફ શેખ, પૂર્વ જીઇઁહ્લ અને ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર મુસ્તાક જાદવ અને ઝ્રઇઁહ્લ કોબ્રા કમાન્ડો ઇમરાન જાદવનો સમાવેશ થાય છે. આ અનુભવી અધિકારીઓ કે.કે. હાઇસ્કૂલના મેદાનમાં વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. તાલીમમાં ૧૬૦૦ મીટર અને ૫ કિલોમીટર દોડ, હાઈ જંપ, લોંગ જંપ, રસ્સા ચઢ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સહનશક્તિ વધારવા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.