સાવરકુંડલાના ઓળીયા ગામની સીમમાં વાડીમાંથી ૪૫૦ ફૂટ કેબલ વાયરની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે જગદીશભાઈ ધીરૂભાઈ રાદડીયાએ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની તથા સાહેદની વાડી ખેતરમાં અજાણ્યા ચોર ઇસમે ગેરકાયદે પ્રવેશ કરી મોટરનો કેબલ આશરે ૪૫૦ ફૂટ ચોરી ફરાર થઈ ગયા હતા. પોલીસ ચોપડે તેની કિંમત આશરે રૂ.૨૨,૫૦૦ જાહેર થઈ હતી.