સીએમ અરવિંદ કેજરીવાલને કોઈ રાહત મળતી હોય તેવું લાગતું નથી. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઇ કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૫ સપ્ટેમ્બર સુધી લંબાવી છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપ નેતા દુર્ગેશ પાઠક અને અન્યને ૧ લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ પર તે હાજર થયો હતો. સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય અટકાયત કરાયેલા આરોપીઓને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૫ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ સોમવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બંધારણના કથિત ઉલ્લંઘન માટે આમ આદમી પાર્ટી સરકારને બરતરફ કરવાની માગણી કરતો પત્ર રાષ્ટ્રીપતિને દાખલ કરશે. દ્રૌપદી મુર્મુને આપવામાં આવેલ મેમોરેન્ડમ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યું છે.
ગુપ્તાએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે દિલ્હી સરકાર દ્વારા છઠ્ઠા દિલ્હી નાણાં પંચની રચના ન કરવી અને કેગના રિપોર્ટ પર કોઈ પગલાં ન લેવા એ બંધારણનું ઉલ્લંઘન છે. ભાજપના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ ૩૦ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિને મળ્યું હતું અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના જેલમાં હોવાને કારણે દિલ્હીમાં ઊભી થયેલી બંધારણીય કટોકટી વચ્ચે તેમના તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરીને મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
રાષ્ટ્રીપતિના સચિવાલયમાંથી મળેલા પત્રને શેર કરતા ગુપ્તાએ કહ્યું કે, ‘રાષ્ટ્રીપતિએ મેમોરેન્ડમની નોંધ લીધી છે અને તેને ગૃહ સચિવને મોકલી છે.’ તેમણે કહ્યું કે તેમણે ગૃહ સચિવને આ બાબતે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.