સંજૌલી વિસ્તારમાં મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામના વિરોધ પર હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું, ‘સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે. દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે અને સરકારે પણ આ કહ્યું છે, પરંતુ એવી સ્થિતિ ઊભી થવી જાઈએ નહીં કે જેનાથી ત્યાંની શાંતિપૂર્ણ સ્થિતિને અસર થાય. જેથી પોલીસે સાવચેતીના પગલા લીધા છે. ત્યાં કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે અને વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે, જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થાય તેવી કોઈ સ્થિતિ ઊભી ન થાય. જ્યાં સુધી તે ગેરકાયદે બાંધકામની વાત છે તો મામલો કોર્ટમાં પડતર છે, સુનાવણી બાદ સરકાર નિર્ણય લેશે. અમે સ્પષ્ટ કહ્યું છે કે જા તે ગેરકાયદેસર જણાશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે અને તેને તોડી પાડવામાં આવશે, પરંતુ આ એક પગલું છે જે મ્યુનિસિપલ કમિશનરના આદેશ પછી લેવામાં આવશે, તે પહેલાં પગલાં લેવાનું યોગ્ય નથી.
આ પહેલા હિન્દુ સંગઠનોએ મોટા પ્રદર્શનની હાકલ કરી હતી. વિરોધના સંદર્ભમાં શિમલા એસપીએ કહ્યું હતું કે, ‘અમે મ્દ્ગજીજી ૧૬૩ હેઠળ પ્રક્રિયાઓ લાગુ કરી છે. બધું સામાન્ય છે અને લોકો તેમની શાળાઓ અને ઓફિસોમાં જઈ રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમે ડ્રોનથી પણ નજર રાખી રહ્યા છીએ. જા કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો અમે આવા લોકો વિરુદ્ધ પુરાવા એકત્રિત કરીશું. હિમાચલના લોકો શાંતિ પ્રેમી લોકો છે. તેથી, જા લોકો ભેગા થાય તો પણ તે શાંતિપૂર્ણ પ્રદર્શન હશે.
તે જ સમયે, આજે શિમલા શહેરી ધારાસભ્ય હરીશ જનાર્દને ગૃહની અંદર કાયદો અને વ્યવસ્થા અંગે આ મુદ્દા હેઠળ ચર્ચા માંગી હતી અને ગૃહમાં પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચનાઓ આપી હતી. જયરામ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના એક મંત્રીએ ગૃહમાં પોતાની અંગત લાગણીઓ ઉઠાવી હતી અને તે પછી મામલો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો, હવે તેઓ મંત્રીને હટાવવાની વાત કરી રહ્યા છે, તેના પર મુખ્યમંત્રી પણ અસ્પષ્ટ જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મામલો જન ભાવનાઓ સાથે જાડાયેલો છે અને આવતીકાલે શિમલામાં હિંદુ સમુદાયના લોકો આ અંગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેથી સરકારે પણ તેને શાંતિપૂર્ણ રીતે સંભાળવું જાઈએ. તેમણે લોકોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા અપીલ પણ કરી હતી. તેમજ જે ગેરકાયદે બાંધકામો થયા છે તેને તોડી પાડવા માટે સરકાર કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠાવી હતી.
રાજ્ય સરકારના મંત્રી અનિરુદ્ધ સિંહે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં તમામ કામ કાયદાના દાયરામાં
કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલો કોઈ ખાસ ઈમારત સાથે સંબંધિત નથી. સમગ્ર રાજ્યમાં ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી થવી જાઈએ. તેમણે એમ પણ કહ્યું કે સંજૌલી મસ્જિદનો મુદ્દો સંવેદનશીલ છે. આ મામલો હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં ચાલી રહ્યો છે અને બંને પક્ષકારોએ જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં જ નિર્ણય આવશે.