બગસરામાં ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીએ સાંસ્કૃતિક લોકડાયરો યોજાયો હતો. બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીએ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી
સાંસ્કૃતિક લોકડાયરો યોજાયો હતો. લોકડાયરામાં લોકગાયિકા અલ્પાબેન તેમજ લોકગાયક વિમલ મહેતાએ ઝવેરચંદ મેઘાણીના ગીતો ગાઈ શ્રોતાઓએ ડોલાવ્યા હતા. લોકડાયરામાં મેઘાણીની વાતો કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. બંને લોકગાયકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં સાંસદ ભરતભાઈ સુતરીયા, શહેરના રાજકિય તેમજ સામાજિક આગેવાનો સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.