અમરેલીમાં રહેતી એક યુવતીએ લાઠીના યુવક સાથે લગ્ન કરવાની ના પાડતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત ત્રણ લાફા પણ માર્યા હતા. બનાવ અંગે યુવતીએ લાઠીમાં રહેતા નવઘણ શેરાભાઈ ચારોલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેણે આરોપી સાથે લગ્ન કરવાની ના પાડતાં આરોપી જેમ ફાવે તેમ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્રણ લાફા મારી જતો રહ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ નનુભાઈ મુંધવા વધુ તપાસ કરી રહ્યા છે.