રાજુલાના નેસડી નં.૧ ગામે રહેતી યુવતીના લગ્ન વાવેરા ગામના યુવક સાથે થયા હતા. પરિણીતા પિયર આવી હતી અને ત્યાંથી વહેલી સવારે પાંચ વાગ્યે કોઈને કહ્યા વગર જતી રહી હતી. બનાવ અંગે નેસડી-૧ ગામે રહેતા નાનજીભાઈ પીઠાભાઈ પરમાર (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, વાવેરા મુકામે રહેતી તેમની મોટી દીકરી મંજુલાબેન હકુભાઈ બાબરીયા (ઉ.વ.૩૦) પિયર આવી હતી અને ત્રણ દિવસ પહેલા વહેલી સવારે પાંચ વાગ્યે કોઈને કહ્યા વગર જતી રહી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.