સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાથી વિરાટ કોહલી ૫૮ રન દૂરઃ ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીની સરખામણી હંમેશા સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ભલે ગમે તે કહે, પરંતુ વિરાટ કોહલીનું માનવું છે કે તે સચિનને ટીવી પર જાઈને મોટો થયો છે. આવી Âસ્થતિમાં તેની સરખામણી સચિન સાથે કરવી અયોગ્ય ગણાશે. સચિને ભારતીય ટીમમાંથી નિવૃત્તિ લીધાને ઘણા વર્ષો થઈ ગયા છે. જ્યારે કિંગ કોહલી હજુ પણ દેશ માટે આંતરરાષ્ટÙીય સ્તરે ભાગ લઈ રહ્યો છે. અહીં તે ક્રિકેટના બે ફોર્મેટ,વનડે અને ટેસ્ટમાં સક્રિય છે, જ્યારે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની સફળતા સાથે તેણે ટી ૨૦ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.
ટીમ ઈન્ડીયા ટૂંક સમયમાં બાંગ્લાદેશ સામે ૨ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જા કિંગ કોહલી અહીં બેટિંગ કરશે તો એક રેકોર્ડ પોતાના નામે કરી લેશે. વાસ્તવમાં, હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી ૨૭,૦૦૦ રન બનાવવાનો વિશેષ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે ૬૨૩ ઇનિંગ્સ (૨૨૬ ટેસ્ટ ઇનિંગ્સ, ૩૯૬ વનડે ઇનિંગ્સ અને ૧ ટી ૨૦) પછી ૨૭,૦૦૦નો આંકડો સ્પર્શ કર્યો. જા આગામી સિરીઝ દરમિયાન વિરાટ કોહલી ૫૮ રન બનાવી લે છે તો તે સચિનની આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લેશે. હાલમાં તેણે દેશ માટે ૫૯૧ ઇનિંગ્સ રમી છે અને ૨૬૯૪૨ રન બનાવ્યા છે.એવું નથી કે જા કોહલી બાંગ્લાદેશ સામે ૫૮ રન નહીં બનાવે તો તે કોઈ ખાસ ઉપલÂબ્ધથી વંચિત રહેશે. તેની પાસે સચિનનો ખાસ રેકોર્ડ તોડવાની પૂરતી તકો છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે આગામી સિરીઝમાં કોહલી સચિનની આ ખાસ સિદ્ધિનું પુનરાવર્તન કરે. આમ કરીને કોહલી આંતરરાષ્ટÙીય ક્રિકેટના ૧૪૭ વર્ષના ઈતિહાસમાં ૬૦૦થી ઓછી ઈનિંગ્સમાં ૨૭,૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર પણ બની જશે.
૩ મહાન ખેલાડીઓના નામે આંતરરાષ્ટÙીય ક્રિકેટમાં ૨૭૦૦૦થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. હાલમાં સચિન તેંડુલકર સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોÂન્ટંગ અને પૂર્વ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારાએ આંતરરાષ્ટÙીય ક્રિકેટમાં ૨૭૦૦૦થી વધુ રન બનાવ્યા છે.